Saturday, September 30, 2017

હેલ્થ ટિપ્સ

દરરોજ સવારે હુંફાળા પાણી સાથે મધ મેળવી પીવાથી થાય છે આ ફાયદાઓ


  • મધ આપણાં દેશમાં એક પ્રાકૃતિક ઔષધિ તરીકે સદીઓથી ઉપયોગમાં લેવાતું રહ્યું છે. આપણામાંથી મોટાભાગનાં લોકોને માત્ર એટલી જ ખબર હોય છે કે સવાર-સવારમાં માત્ર ગરમ પાણી પીવાથી જ આપણને ફાયદો થાયછે અને ઘણા બધા લોકો એટલું જ જાણે છે કે મધનો ઉપયોગ કરવાથી આપણી ત્વચામાં નિખાર આવે છે. પરંતુ શું આપ જાણો છો કે જો મધને ગરમ પાણી સાથે મેળવી ઉપયોગ કરવામાં આવે, તો તેની પૌષ્ટિકતા ખૂબ વધી જાયછે. હા જી, મધ અને ગરમ પાણીને મેળવીને પીવાથી આપણે આખો દિવસ તરોતાજા અનુભવીએ છીએ અને આપણું આરોગ્ય પણ બિલ્કુલ બરાબર રહે છે. જો આપણે તમામ ડાયેટ એક્સપર્ટ્સની વાત કરીએ, તો તેમનું માનવું છે કે બાકીની ખાવ-પીવાની વસ્તુઓની સરખામણીમાં મધ વધુ પ્રભાવશાલી છે કે જેનાંથી આપણા વાળ અને આપણી ત્વચા હંમેશા ફિટ રહે છે અને આપ હંમેશા યુવા જ નજરે આવશો. મધનો આમ જ ઉપયોગ કરવાનાં સ્તાને આપ ગરમ પાણી સાથે તેનો ઉપયોગ કરો કે જેથી આપ વધુમાં વધુ તેનો લાભ લઈ શકશો.
            
  • અમે આપને આ આર્ટિકલમાં દરરોજ સવાર-સવારમાં મધને ગરમ પાણી સાથે પીવાથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. આવો જાણીએ :
  • 1 : વજન ઘટવું : મધયુક્ત પાણી પીવાથી આપનું વજન ઘટે છે, કારણ કે 100 ગ્રામ મધમાં 305 કૅલોરી હોય છે કે જેનાથી આપને લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ નથી થતો અને આપની ચરબી ઓછી થાય છે.
  • 2 : પાચન બરાબર રહે છે : મધ આપણા પાચન તંત્ર માટે ખૂબ જ સારૂ છે. તેમાં એંટી-સેપ્ટિક અને એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જેનાંથી આપણને પેટ સંબંધી સમસ્યાઓ નથી થતી.
  • 3 : પ્રતિરોધક ક્ષમતા વધવી : મધમાં ઢગલાબંધ એંઝાઇમ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. આ હાનિકારક બૅક્ટીરિયા સામે આપણાં બૉડી સિસ્ટમને બચાવે છે અને રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે. એક સારૂં એંટી-ઑક્સીડંટ હોવાનાં કારણે આ આપણી ત્વચાને કાયમ તરોતાજા રાખે છે કે જેનાંથી તેમાં નિખાર આવે છે.
  • 4 : એલર્જીથી બચાવ : મધ અને ગરમ પાણીનો ઉપયોગ કરવાથી આપનાં શરીરનાં કોઈ પણ ભાગમાં જીવાણુ એકત્ર નથી થઈ શકતા કે જેથી આપને એલર્જી સંબંધી પરેશાની નથી થતી.
  • 5 : તરત એનર્જી મળવી : દરરોજ મધ અને ગરમ પાણીનું સેવન કરવાથી આપને સ્ફૂર્તિ મળે છે કે જેથી આપ દિવસ ભર પોતાની જાતને તરોતાજા અને ફિટ અનુભવો છો.
  • 6 : કફમાં આરામ મળવો : ગરમ પાણી અને મધથી આપને કફ તથા ગળામાં થતી બળતરાથી આરામ મળે છે. જો આપ દરરોજ તેનો ઉપયોગ કરોછો, તો ધીમે-ધીમે આ સમસ્યા ઓછી થતી જશે.



Friday, September 29, 2017

હેલ્થ ટિપ્સ


કોબીજ ખાઈને દૂર કરો હદય સાથે જોડાયેલી બીમારીઓને


  • માણસ બીમારીઓથી દૂર રહી શકતો નથી, અને આ બીમારીઓમાં જે સૌથી સામાન્ય બીમારી છે તે છે હદય રોગ. જેમ કે આપણે જાણીએ છીએ કે હદય આપણા શરીરનો મુખ્ય ભાગ છે, કેમકે જો એક સેકન્ડ માટે પણ આપણું હદય ધડકવાનું બંધ કરી દે તો આપણું મોત પણ થઈ શકે છે. આજકાલ હદય રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં ઘરડાઓની સંખ્યા વધારે છે. લાંબુ જીવન જીવવા માટે સારું સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે. જો તમારી પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત છે તો તમે ઘણા વિકારો અને બીમારીઓથી બચી શકો છો.
  • આપણી આજુબાજુ એવા ઘણા ખાદ્ય પદાર્થ છે જે આપણી પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત બનાવે છે અને આપણને લાંબી ઉંમર આપે છે. એવા જ એક ખાદ્ય પદાર્થ વિશે આજે આપણે જાણીશું જેને ખાવાથી હદય રોગથી બચી શકાય છે. આવશ્યક સામગ્રી: તાજો ટાઈનો રસ- અડધો કપ આદુનો રસ – ૨ ચમચી
  • આ ઘરગથ્થું ઉપાય જો રોજ કરવામાં આવે તો તેનાથી હદય રોગથી બચી શકાય છે. તેની સાથે જો તમે જંકફૂડથી દૂર રહો છો અને રોજ કસરત કરો છો તો તમને હદય રોગ નહી થાય. ટાઈમાં ફાઈબર હોય છે, જેનાથી ધમનિઓમાં રહેલ કોલેસ્ટ્રોલ અને ઝેરીલા પદાર્થને બહાર નીકાળવામાં મદદ મળે છે. જેનાથી હદયમાં લોહીનો પ્રવાહ બન્યો રહે છે. આદુમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે તમારા હદયની માંસપેશિયોને મજબૂત બનાવે છે. જેનાથી લાંબા સમય સુધી હદય સ્વસ્થ રહે છે.
  • બનાવવાની રીત: એક ગ્લાસમાં આપેલી સામગ્રી મિક્સ કરો આ મિશ્રણને સવારે નાસ્તો કર્યા પહેલા પીવો. ઓછામાં ઓછો ૨ મહીના સુધી આ ઉપાયને કરવો જરૂરી છે તેને તમારા આહારમાં નિયમીત લો.

હેલ્થ ટિપ્સ

બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરે છે નારિયલ તેલ નારિયલ તેલનો દૈનિક આહારમાં ઉપયોગ બ્લ્ડપ્રેશરના લેવલ સામાન્ય કરવામાં સહા...